મુંબઈ: દિગ્ગજ અભિનેત્રી અને સપા સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan) જ્યારે પણ બોલે છે ત્યારે કડક શબ્દોમાં બોલે છે. રાજ્યસભા (Rajya Sabha) માં મંગળવારે ભાજપના નેતા અને અભિનેતા રવિ કિશન (Ravi Kishan) અને કંગના રનૌતનું નામ લીધા વગર તેમને બોલિવુડમાં ડ્રગ્સ મુદ્દે આડે હાથ લીધા. એટલું જ નહીં જયા બચ્ચને કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એવા લોકોથી બચાવવાની જરૂર છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. જ્યા બચ્ચને કંગના અને રવિ કિશનનું નામ ન લીધુ પરંતુ કહ્યું કે કેટલાક લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાય છે અને તેને ગટર કહે છે. જયા બચ્ચનના આ નિવેદનથી આખો દિવસ રાજકારણ ગમરાયેલું રહ્યું. બોલિવુડમાં પણ બે ફાડચા પડી ગયા. કેટલાક લોકોએ જયા બચ્ચનને સપોર્ટ કર્યો તો કેટલાક લોકોએ દિગ્ગજ અભિનેત્રી અને પતિ અમિતાભ બચ્ચનના મૌન પર સવાલ ઉઠાવ્યાં.
ડ્રગ્સ કેસ સંસદમાં ગાજ્યો, જયા બચ્ચને રવિ કિશનને લીધા આડે હાથ, કહ્યું- 'જે થાળીમાં ખાય છે...'
આ બધા વચ્ચે જયા-અમિતાભની લાડકી પુત્રી શ્વેતા બચ્ચન (Shweta Bachchan) નો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શ્વેતા બચ્ચન તેની કેટલીક બહેનપણીઓ સાથે બહાર આવતી જોવા મળે છે. આ વીડિયોમાં શ્વેતા બચ્ચનની આંખો કંઈક અલગ લાગી રહી છે અને તે લડખડાતી ચાલતી હોય તેવું લાગે છે. વીડિયોમાં શ્વેતા બચ્ચન સાથે ફરહાન અખ્તરની બહેન અને ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તર પણ છે. વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકો જાત જાતની વાતો કરે છે અને શ્વેતા બચ્ચનના લુક પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
કંગના પછી હવે રવિ કિશને Jaya Bachchan પર કર્યો પલટવાર, જાણો શું કહ્યું?
જો કે આ વીડિયો સ્લો મોશનમાં છે તો આ વીડિયોની વિશ્વસનિયતા પર શંકા જરૂર પેદા થાય છે. આ વીડિયોને તમે નીચે જોઈ શકો છે.
#JayaBachchan can give thousands of "zero hour notice on attempts to defame film industry." But She cannot hide the Gutter she's owning & trying to protect.#WeStayUnited4SSR and Disha Salian and @KanganaTeam against Bollywood Lobby with SELECTIVE agendapic.twitter.com/BC1bnn2snH
— HerdHUSH (@HerdHUSH) September 15, 2020
જયા બચ્ચનના સમર્થનમાં સોનમ કપૂરનું ટ્વીટ, સોશિયલ મીડિયા પર લોકોએ કરી ટ્રોલ
મહાનાયકના મૌન પર ઉઠ્યા સવાલ
અત્રે જણાવવાનું કે આ સમગ્ર મામલે જે વાત સૌથી વધુ સુશાંત સિંહ રાજપૂતના ફેન્સને ખટકી રહી છે તે છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું મૌન. અમિતાભના મૌનને લઈને ફેન્સ સવાલ ઉઠાવવા લાગ્યા છે. અમિતાભ આમ તો સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેઓ સતત ફેન્સના સંપર્કમાં રહે છે. જો કે એ પણ સત્ય છે કે અમિતાભ હંમેશા વિવાદથી અંતર જાળવે છે અને કોઈ પણ વિવાદ પર કમેન્ટ કરતા બચે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે